મોરબી : ૩૭ નબળા વિદ્યાર્થીઓને ધો.૧૦નો પડાવ પાર કરાવતું સાર્થક વિદ્યામંદિર

- text


આગવી શૈક્ષણિક પદ્ધતિના કારણે ૬૭ વિદ્યાર્થીઓએ A2 અને B1 ગ્રેડ મેળવ્યા : ૪ દિવસ સુધી ડેમો લેકચર્સ

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરની આગવી શૈક્ષણિક પદ્ધતિના કારણે ૬૭ વિદ્યાર્થીઓએ A2 અને B1 ગ્રેડ મેળવ્યો છે અને અભ્યાસમાં નબળા કહી શકાય તેવા ૩૭ છાત્રો ઉત્તીર્ણ થયા છે. આગામી ૪ દિવસ સુધી વિદ્યાર્થીઓને પ્રવાહ નક્કી કરવામાં સરળતા રહે તે માટે ડેમો લેકચર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

સાર્થક વિદ્યામંદિરના બોર્ડની પરિક્ષામાં બેઠેલા કુલ ૧૨૮ વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવેલ ન હોવા છતાં,સાર્થક વિદ્યામંદિરનું પરીણામ માઈલ સ્ટોન કહી શકાય તેવું શ્રેષ્ઠ આવેલ છે. A2 અને B1 ગ્રેડ સાથે સૌથી વધુ એટલે કે કુલ ૬૭ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.શાળાની આગવી શૈક્ષણિક પદ્ધતિને લીધે અત્યંત નબળા કહી શકાય તેવા કુલ ૩૭ વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે પાસ થયા છે.

- text

ધો.10 પછી શું કરવું એનું માર્ગદર્શન સતત ૪ દિવસ સુધી એડમીશન ના કોઈ પણ પ્રકારના આગ્રહ વિના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. કોમર્સમાં જવું કે સાયન્સમાં, A ગ્રુપમાં કે B ગ્રુપમાં જવું એના નિર્ણય માટે વિદ્યાર્થીઓને ૫ દિવસ સુધી ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવશે.

- text