મોરબીની સોનમ કલોકનો શેર માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ

- text


૧ જૂને વોલ ક્લોક અને ક્લોક મુવમેન્ટ બનાવતી સોનમ ક્લોકનો ઈશ્યુ ઓપન

મોરબી : તળિયા, નળિયાં, અને ઘડિયાલ ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતા મોરબી શહેરની પ્રખ્યાત સોનમ ક્લોક મૂડી બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે, આગામી તા. ૧ જુનના રોજ સોનમ ક્લોકનો ઈશ્યુ ઓપન થશે.

સોનમ ક્લોક લિમિટેડ નામ મુજબ જ ક્લોક એટલે કે ઘડિયાળ બનાવતી અગ્રણી કંપની છે. ગુજરાતમાં ઘડિયાળના શહેર તરીકે જાણીતા મોરબીમાં તેનો પ્લાન્ટ આવેલો છે, કંપની બજેટ ક્લોકથી લઈને મધ્યમ રેન્જની ક્લોક બનાવે છે,આ રેન્જ રૂ . ૧૦૦થી લઈને રૂ.૧૮૦૦ સુધીની છે.જેમાં એલઈડી ડિજિટલ કલોક, એલસીડી કલોક, લાઈટ સેન્સર કલોક, પેન્ડ્યુલમ કલોક, મ્યુઝિકલ ક્લોક, રોટેટિંગ પેન્ડુલમ, મ્યુઝિકલ કલોક, સ્વીપ કલોક, ઓફિસ ક્લોક, ડિઝાઈનર ક્લોક, એલાર્મ કલોક, કસ્ટમાઈઝડ કોર્પોરેટ કલોક (બલ્ક કવોન્ટિટીમાં) , વગેરેનો સમાવેશ છે.

કંપનીની પ્રોડક્ટ્સ મુખ્યત્વે ડીલર, રિટેલર અને ક્ન્ઝૂયુમરને સીધી પણ વેચાણ કરવામાં આવે છે. સોનમ, એએમપીએમ અને લોટસ એમ ત્રણ બ્રાન્ડથી આ તમામ ધડિંયાળનું વેચાણ કરે છે .નાણાકીય વર્ષમાં કંપનીની નેટ આવક રૂ.૩૭.૯૨ કરોડ થઈ હતી, જેમાં નિકાસ મારફતે બાવીસ ટકા કમાણી કરી હતી. કંપની ૨૭ દેશોમાં તેની કલોકની નિકાસ કરે છે.

મોરબી સ્થિત તેના પ્લાન્ટમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૭૨ લાખ કલોકની છે. એ જ રીતે કલોક મૂવમેન્ટસની વાર્ષિક ૨૪૦ લાખ ની ઉત્પાદન ક્ષમતા છે. કલોક મૂવમેન્ટ જે કેલિબર તરીકે પણ ઓળખાય છે તે કલોકનો આંતરીક ભાગ છે જે કલાક, મિનિટ અને સેકન્ડ કાટા ગતિમાં રાખે છે.

સોનમ કલોક લિમિટેડ આગામી સપ્તાહમાં એસએમઈ આઈપીઓ મારફતે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. તે રૂ.૧૦ની ફેસવેલ્યુનો એક એવા ૨૮ ,૦૮ ,૦૦૦ ઈક્વિટી શેર ઈશ્યુ સાથે માર્કેટમાં પ્રવેશ કરશે. ઈશ્યુ પ્રાઈસ રૂ.૩૬ નક્કી કરવામાં આવી છે. ઈશ્યુ ૧ જૂને ખૂલશે અને ૬ જૂને બંધ થશે. કપનીની ચાલુ વર્ષની અંદાજિત ઈપીએસ ૪.૧૮ મુજબ હેમ સિક્યુરિટીઝ લિમિટેડ આ ઈશ્યુના એકમાત્ર લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યુના રજિસ્ટ્રાર છે. માર્કેટ મેકર પોતે પણ ઈશ્યુમાં રોકાણ કરી રહ્યા છે તે જોતા ઈશ્યુમાં ફેન્સી જોવા મળશે.

કંપનીએ છેલ્લાં એક દાયકામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭, ૨૭૧૬ અને ૨૭૧૫ માટે કંપનીની આવક અનુક્રમે રૂ.૩૮.૬૧ કરોડ, રૂ.૩૯.૦૩ કરોડ, રૂ.૩૬.૮૨ કરોડ અને રૂ.૩૪.૦૫ કરોડ થઈ હતી. એ જ રીતે તેનો નેટ પ્રોફિટ અનુક્રમે રૂ.૨.રપ કરોડ, રૂ.૦.૮૦ કરોડ, રૂ.ર.૬૮ કરોડ થયો હતો.

- text

જયેશભાઈ છબિલદાસ આ કંપનીના પ્રમોટર છે અને તેઓએ ખાસ્સો સંઘર્ષ કરીને આ કંપનીને આગળ લાગ્યા છે. આજે આ કંપની દેશની ટોચની ત્રણ વોલ કલોક કંપનીઓ પૈકી એક બની ગઈ છે. કલોક ઈન્ડરમ્ટ્રીમાં તેઓ ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

મોરબીના લજાઈ ખાતે સોનમ ક્લોક લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે, મોરબી ક્લોક ઉદ્યોગનું હબ હોવાથી રો મટીરિયલ સપ્લાયથી લઈને તમામ સાનુકૂળતા રહે છે. મોરબી નેશનલ હાઈવે ૮-એ સાથે કનેક્ટેડ હોવાથી મોરબી અન્ય શહેરો સાથે કનેકટ છે. મોરબીથી મુંદ્રાનું અંતર પણ ૨૦૦ કિલોમીટર જેવું છે જેને કારણે કલોકની નિકાસ અને પાર્ટ્સની આયાત પણ સાનુકૂળ રહે છે. હાલમાં કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૭૨ લાખ છે. કંપની ૨૦,૦૦૦થી વધુ પોઈન્ટ ઓફ સેલ્સ ધરાવે છે અને કંપનીનું વેચાણ સતત વધારી રહી છે. કંપની વ્યાપક કલોક રેન્જ ધરાવે છે તેને કારણે લગભગ તમામ ગ્રાહક વર્ગને તે આકર્ષે છે કંપનીએ ધડિંયાળને માત્ર સમય જોવાનું સાધન ન બનાવતા એક કળા તરીકે આગવી ઈમેજ ઊભી કરી છે.

ધડિયાળનો અંતરંગ ભાગ એટલે કલોક મૂવમેન્ટ કેલિબર તરીકે જાણીતો આ ભાગ કંપની પણ કંપની બનાવે છે. જેને કારણે જ ધડિયાળમાં કલાક,મિનિટ, સેકન્ડ વગેરેના કાંટા ગતિ કરતા જોવા મળે છે. કંપની કલોક મૂવમેન્ટનું પણ અલગ યુનિટ ધરાવે છે. તેને કારણે ઘડિયાળની ગુણવત્તા પણ જળવાય છે .જીએસટીનો અમલ થઈ ગયો છે તેને કારણે અનઓર્ગેનાઈઝૂડ સેક્ટર તરફથી જે તીવ્ર હરીફાઈ છે તે ઓછી થશે. જેનો સોનમ કલોકને ફાયદો થશે.

કંપનીના પ્રમોટર

જયેશભાઇ છબીલભાઈ શાહ ( ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર )
જયેશભાઇ ક્લોક ઈન્ડસ્ટ્રીમાં ૩૨ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવે છે, વર્ષ ૨૦૧૬-૧૭ની યુનિફાઈડ બ્રેઈન્ઝ ઓફ ઈન્ડિયા એડિંશનમાં તેમનાં નામનો સમાવેશ હતો. આ બિઝનેસ સ્થાપવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

દિપાબેન જયેશભાઇ શાહ ( ડાયરેકટર )

કંપનીના ડાયરેકટર દિપાબેન ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ કોમર્સની ડિગ્રી ધરાવે છે. તેઓ ક્લોક ઈન્ડરટ્રીમાં ૧૬ વર્ષનો અનુભવ ધરાવે છે. કંપનીની વહીવટી બાબતોનાં સંચાલનની જવાબદારી તેમની છે.

 

 

 

- text