મોરબીના સાર્થક વિદ્યામંદિરે પથદર્શક સેમિનારમાં ૫૦૦ વાલીઓએ મેળવ્યું માર્ગદર્શન

- text


ધો.૧૦ પછી બાળકોએ કઈ દિશામાં કારકિર્દી ઘડવી તે અંગે નિષ્ણાંતોએ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આજે પથદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦થી વધુ વાલીઓએ ભાગ લઈને ધો. ૧૦ પછી સંતાનોને આગળ શું કરવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

- text

મોરબીના એલ.ઇ.કોલેજ રોડ પર કેસર બાગ પર આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ધો.૧૦ પછી શુ કરવું તે વિષય પર આજરોજ પથદર્શક સેમનાર યોજાયો હતો. શાળાનાં સંચાલક કિશોરભાઈ શુક્લ એ કારકિર્દી પ્રવાહ નક્કી કરતા પહેલા વાલીને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન આપ્યું હતું. કોમર્સ વિભાગની માહિતી ગણેશભાઈએ અને સાયન્સ વિભાગની માહિતી રવિભાઈએ આપી હતી.ત્યારબાદ પ્રશ્નોતરી યોજવામાં આવી હતી.

- text