મોરબી : મોદીની કેન્દ્ર સરકારના ૫માં વર્ષમાં પ્રવેશ નિમિતે દિવ્યાંગ મેળો યોજાયો

- text


સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ૯૦ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાયા

મોરબી : વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર તા. ૨૬ને શનિવારે ૪ વર્ષ પૂર્ણ કરી ૫માં વર્ષમાં પ્રવેશ કરશે તે નિમિતે મોરબીમાં પ્રધાનમંત્રી દિવ્યાંગ મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ૯૦ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા હતા.

તા. ૨૬-૦૫-૨૦૧૮નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર ચાર વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ અવસર પર મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિકાસ વિદ્યાલય, વૃદ્ધાશ્રમની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨ મુકામે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ સદસ્ય વિનોદભાઈ ચાવડાના વરદહસ્તે પ્રધાનમંત્રી દિવ્યાંગ મેલા અંતર્ગત મોરબી વિસ્તારનાં આશરે ૯૦ જેટલા દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, પ્રતિનિધીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text