મોરબી જિલ્લામાં જળ સંચય અભિયાનમાં યોગદાન બદલ મરીન સોલ્ટ એસોસિએશનનું બહુમાન

- text


મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત

મોરબી : મોરબી જિલ્લામાં ચાલી રહેલ જળ સંચય અભિયાનમાં યોગદાન આપવા બદલ મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન મોરબીના હોદેદારો દિલુભા જાડેજા સહીતના આગેવાનોનું સન્માન કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા ચેકડેમ તળાવો ઊંડા ઉતારવાની કામગીરીમાં સહયોગ આપી ઉમદા કામગીરી કરવામાં આવતા ગઈકાલે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્તીથીમાં મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનના દિલુભા જાડેજા સહીતના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

 

- text