મોરબીમાં ત્રણ બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાઇ

નવા બસસ્ટેન્ડ સામેથી અને મહેન્દ્રનગર માંથી બાઇક ચોરાયા

મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ સામે રવાપર રોડ પર બિલ્ડિંગમાં પાર્ક કરેલું હોન્ડા મોટર સાયકલ વાહન ઉઠાવગીર શખ્સો ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે. જ્યારે મોરબીના મહેન્દ્ર નગર વિસ્તારમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાંથી અજાણ્યા ઈસમો એક સાથે બે મોટર સાયકલ ચોરી જતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ બચુભાઇ ગંગારામભાઇ વિઠલાપરા જાતે.પટેલ ઉ.વ.૫૭ ધંધો.નિવૃત રહે.મોરબી કન્યાછાત્રાલય રોડ વાળાનું હિરો સ્પ્લેન્ડર પ્લસ ડ્રીમ મોટર સાયકલ નંબર GJ-36-D-4382 કિમત રૂપિયા.૩૦૦૦૦ વાળુ મોટર સાયકલ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે મોરબીના મહેન્દ્ર નગર વિસ્તારમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાંથી અજાણ્યા તસ્કરો નિતીનભાઇ રઘુભાઇ નાકીયા તથા તેમના પિતાજીના માલીકીના હીરો હોન્ડા સ્પ્લેન્ડર નં – GJ-13-MM-6598 કિ. રૂ. ૧૦ , ૦૦૦/- તથા બીજી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા રજી નં GJ-13-AE-1621 કિ. રૂ. ૧૫ ,૦૦૦/- વાળી એમ બન્ને મો.સા મળી કુલ કિ. રૂ. ૨૫ ,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાઇ છે.