મોરબીમાં કારખાનમાંથી બાળ મજૂરને છોડાવાયો : પોલીસ ફરિયાદ

- text


મોરબી : ઔધોગિક નગરી મોરબીમાં અનેક કારખાનાઓમાં બાળમજૂરો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે ત્યારે શ્રમવિભાગ દ્વારા ગઈકાલે આઈસ્ક્રીમના કારખાનમાંથી એક બાળ મજૂરને છોડાવી કામે રાખનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાતમીને આધારે મોરબી શ્રમ આયુકત કચેરીના શ્રમ અધિકારી કુણાલ કમલભાઇ શાહે બાળ મજૂરને કામે રાખનાર આરોપી ધનરાજ નગજીરામ જાટ જાતે જાટ ઉ.વ ૩૫ રહે- મંગલભુવન જુના મહાજન ચોક મોરબી વિરુદ્ધ ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એકટની ૧૯૮૬ ની કલમ ૩ તથા જુવેનાઇલ જસ્ટીસ એકટની કલમ ૭૯ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

વધુમાં આરોપી ધનરાજે પોતાની આઇસ્ક્રીમ બનાવવાની સંસ્થામાં બાળશ્રમયોગી દેવીલાલ બાબુલાલ ભીલ ઉ.વ. ૧૩ વાળાને કામ ઉપર રાખી. ગુન્હો કર્યો હોય આ મામલે ગુન્હો નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

 

- text