મોરબીમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ : એક અઠવાડિયાથી પાણીનો વ્યય

- text


તંત્રના જ માણસોએ ખોદકામ કરતી વેળાએ પાઇપલાઇન તોડી નાખી : અનેક રજૂઆતો કરવા છતાં પાઇપલાઇન રીપેર નથી કરાઈ

મોરબી : મોરબીના અવની પાર્ક પાસે આવેલા હીરાસરી માર્ગ પર તંત્ર દ્વારા ખોદાણ કરવામાં આવતા પાણીની લાઈન તૂટી હતી. જેથી ગત અઠવાડિયાથી અહીં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવાનું તંત્રને ધ્યાને મુકવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

મોરબીમાં કેનાલ પાસે આવેલ અવની પાર્ક નજીક હીરાસરી માર્ગ પર પાઇપલાઇન નાખવા માટે તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. તે વેળાએ એક અન્ય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. આ પાઇપલાઈન માંથી બેફામ પાણીનો વ્યય થવા લાગ્યો હતો. જેના પગલે સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો પણ કરી હતી.

- text

છેલ્લા એક અઠવાડિયાથી અહીં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. અનેક રજૂઆતો બાદ પણ તંત્ર પોતાની ભૂલ સુધારવા ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ મોરબી પંથકના ઘણા વિસ્તારોમાં લોકો અને પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે બીજી તરફ એક ભૂલના કારણે અમૂલ્ય પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે.

- text