મોરબીના લાલપરમાં બે સીરામીક યુનિટ પર સીજીએસટીના દરોડા : તપાસનો ધમધમાટ

- text


પ્રિવેંટિવ સ્ટાફ દ્વારા થોકબંધ સાહિત્ય કબ્જે કરાયું : મોટી કરચોરી ઝડપવાના એંધાણ

મોરબી : મોરબીના લાલપરમાં આવેલ એક જ ગ્રૂપના બે સીરામિક યુનિટ પર સીજીએસટીએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. બન્ને યુનિટમાંથી થોકબંધ સાહિત્ય કબ્જે કરી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીનની ટીમ દ્વારા મોરબી નજીકના લાલપરમાં આવેલ એકજ ગ્રુપના બે સીરામીક યુનિટોમાં મંગળવારે દરોડા પાડવામાં આવ્યા છે. ત્યાંથી થોકબંધ સાહિત્ય કબ્જે કરી હાલ તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આ દરોડથી સમગ્ર પંથકના કરચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

- text

સૂત્રોના જણાવ્યા મુજબ હાલ જે રીતે સાહિત્ય કબ્જે કરીને તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે મોટી કરચોરી સામે આવશે. સીજીએસટીની ટીમ દ્વારા સીરામીક એકમોમાંથી મળેલા સાહિત્યનો જથ્થો હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. હાલ તેની સઘન તપાસ ચાલી રહી છે.

- text