પધારો મોરબી ! યુક્રેનના ઇમ્પોર્ટરોને મોરબી આવવા આમંત્રણ અપાયું

- text


યુક્રેનમાં મોરબીની સિરામિક પ્રોડકટનું વિશાળ માર્કેટ

મોરબી : મોરબીની સિરામિક પ્રોડકટ દેશ દુનિયામાં ધૂમ મચાવી રહી છે ત્યારે યુક્રેન ખાતે યોજાયેલ સિરામિક એક્સપોમાં ભાગ લઈ રહેલા મોરબીના પ્રતિનિધિ મંડળે યુક્રેનના ભારતીય એમ્બેસેડરને મળી સ્થાનિક ઇમ્પોર્ટરોને મોરબીની મુલાકાતે મોકલવા આમંત્રણ પાઠવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉદ્યોગકારોએ યુક્રેન ખાતે ઇન્ડીયન એમ્બેસી મા એમ્બેસેડર મનોજ કે. ભારતીની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ તકે મોરબી સિરામીક એશોસીએસન ના ઉપપ્રમુખો અને ટીમ દ્વારા સિરામીક ક્ષેત્રે રહેલી તકો વિષે અને યુક્રેન ના માર્કેટ વિષે વિસ્તૃત ચર્ચા કરી અને મોરબીના સિરામીક ઉધોગની પ્રોડકટો અને નવી ટેકનોલોજી વિષે માહિતગાર કરીને ત્યાના ઇમ્પોરટરો મોરબી થી સિરામીક ની ખરીદી કરવા આવે તે માટે આમંત્રણ આપ્યું. આ તકે મોરબી સિરામિક એસોસિયેશન વતી મુકેશભાઈ કુંડારીયા અને વિજયભાઈ પટેલ સહિતના આગેવાનો આ અગત્યની મુલાકાતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

- text

વધુમાં સિરામિક એસોસિએશન દ્વારા યુક્રેનના ઇમ્પોર્ટરોને સહયોગ આપવાની ખાતરી આપતા ભવિષ્યમાં મોરબી અને યુક્રેનનો વેપાર વાણિજ્ય વધવાની સંભાવના જોવાઇ રહી છે.

 

- text