હળવદના ટીકર ગામે રણકાઠા વિસ્તારના બાળકો માટે ૨૧મીથી સમર કોચિંગ કૅમ્પ

- text


ત્રિ દિવસીય કેમ્પમાં વિવિધ રમતો રમાડવામાં આવશે : સંરક્ષણની તાલીમ પણ અપાશે

મોરબી : મોરબી જિલ્લા વ્યાયામ અને કલા સંઘ દ્વારા આગામી ૨૧મીથી રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના બાળકો માટે સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ત્રણ દિવસ સુધી હળવદ તાલુકાની ટીકર માધ્યમિક શાળા ખાતે યોજાશે.

ઉનાળાના વેકેશનમાં ફ્રી સમયમાં બાળકો એવી સ્કિલ શીખે કે જે તેમને આવનારા વર્ષોમાં શારીરિક વિકાસની સાથોસાથ સ્પર્ધાત્મક સિધ્ધિઓ હાંસલ કરવામાં ખુબ જ ઉપયોગી બની રહે. તેવા ઉદેશ સાથે વ્યાયામ અને કલાસંઘ પરીવાર દ્વારા રણકાંઠા વિસ્તારનાં ધો.૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે આગામી તા.૨૧થી ૨૩ સુધી સવારે ૮ થી ૧૧ દરમિયાન સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેવલેપિંગ કોર્ષિસ વિના મુલ્યે શિખવવામાં આવશે.

- text

સમર કેમ્પમાં રાઇફલ શૂટિંગ, આર્ચરી ,વોલીબોલ ,યોગાસન ,કિક્રેટ, સ્કેટીંગ, કરાટે , જિન્માસ્ટીક , કબ્બડ્ડી , ડોઝબોલ, ટેનિસ વોલીબોલ, ચિત્ર, સંગીત, વેસ્ટમાંથી બેસ્ટ તેમજ વિવિધ આવડત પ્રમાણેની સ્પર્ધાઓ રમાડવામાં આવશે તેમજ વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે.

આજના સમયને ધ્યાનમાં રાખીને બહેનો ને ખાસ સ્વ રક્ષણ માટે તૈયાર કરી શકાય તે અનુસંધાને યોગ્ય શિક્ષકો દ્વારા સ્વ રક્ષણની ખાસ તાલિમ આપવામાં આવશે. વિશેષ માહિતી માટે શૈલેશભાઈ પરમાર મો.નં.૯૮૯૮૮૨૫૧૧૪, નિલેશ ટીકરાણા મો.નં.૯૯૭૪૫ ૭૩૯૯૮,મો.નં. ગીતાબેન પરમાર ૯૫૫૮૮૬૧૫૫૬, .મુસ્તાકભાઈ સુમરા ૯૯૨૪૧૯૨૯૨૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text