હળવદના ઢવાણા ગામે દેવમોરારી પરીવાર દ્રારા મારુતી યજ્ઞ યોજાયો

- text


દેવમોરારી પરિવારના સાત નવદંપતિઓએ યજ્ઞ વિધિમાં ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો

હળવદ : હળવદના ઢવાણા ગામે આવેલા હનુમાનજીના મંદિરે દેવમોરારી પરિવાર દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવમોરારી પરિવારના સાત દંપતિઓએ યજ્ઞ વિધિનો લાભ લઇ હોમ હવન કર્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં પરિવારના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી.

ભગવાન શંકરના અંશ હોવાના કારણે હનુમાનજી જ્ઞાન અને ભક્તિના અધિષ્ઠાતા છે.મુશ્કેલીઓનો સામનો કરી હંમેશા આગળ વધવાની પ્રેરણા આપનાર એવા મારૂતિનંદનને રીઝવવા હળવદ તાલુકાના ઢવાણા ગામે દેવમોરારી પરીવાર દ્વારા મારૂતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં દેવમોરારી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

હનુમાન એટલે અહંકારનો ત્યાગ અને સદગુણોનો બાગ. હનુમાનજીનું જીવન સૌ માટે અનોખી પ્રેરણા પુરી પાડે છે. સંકટો આવ્યા પણ તેમાથી કોઈ પણ સંકટ હનુમાનજીને આગળ વધતા રોકી ન શક્યા. એટલે તો ભારતીય કથામાં તે એકમાત્ર એવા નાયક છે જેમને સંકટ-મોચન કહેવામાં આવે છે.ત્યારે હળવદના ઢવાણા ગામમાં દેવમોરારી પરિવાર દ્વારા હનુમાનજી મહારાજના મંદિરમાં પુજાપાઠ અને હનુમાન ચાલીસા સાથે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

દેવમોરારી પરિવારના સાત દંપતિએ આરતી કરી યજ્ઞમાં હોમહવન કર્યું હતું.આ મારૂતિ યજ્ઞના શાસ્ત્રી ધનશ્યામ મહારાજ ઉપસ્થિત રહ્યાં હતાં બપોરે મહાપ્રસાદ અને રાત્રે રામધૂન કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં દેવમોરારી પરિવાર ઉપસ્થિત રહી મારૂતિ યજ્ઞની ધામધુમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ મારૂતિ યજ્ઞનુ સંચાલન હરેશભાઈ ભીખાભાઇ દેવમોરારીએ કર્યું હતું. જેમાં ધનશ્યામદાસ,બટુકદાસ, રાધેશ્યામભાઈ, વનમાળીદાસ,  ચંન્દ્રકાંતભાઈ,તથા વિષ્ણુભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text