હળવદની ગૌશાળામાં ૬૦ જેટલી ગીર ગાયોનું થતું ભરણપોષણ

- text


૬ અેકર જમીનમાં વાવણી કરાયેલા જીંજવો નામના ઘાસથી ગૌશાળાની ગાયો ૧૦ મહીના સુધી નભે છે : ગાયનું દુધ શાસ્ત્રોમાં અમૃત તરીકે ઓળખાય છે : સ્વામી

હળવદ : આજના કલીકાળમાં અતિ પવિત્ર ગણાતી ગાયને તરછોળ લોકો સહેજે અચકાતા નથી જ્યાં જુવો ત્યા નીરાધાર ગાયો. મહોલ્લા ગલીયો રસ્તે રજળતી ભટકતી ગાયો જોવા મળે છે તો ક્યાક કચરા પેટીમાંથી પ્લાસ્ટિકની કોથળીયો ખાઇ ને પેટ ભરતી જોવા મળે છે જ્યારે હળવદથી ૧૩ કિલોમીટર દુર અને સુસવાવ ગામની બાજુમાં આવેલ ગૌશાળામાં ૬૦ જેટલી ગીરગાયોની સેવામાં જીવન વિતાવવાની નેમ સાથે સ્વામીએ ગાયો પ્રત્યેનો મહિમા લોકો સુધી પહોંચાળવાનું બીડું ઝડપયુ છે.

ભારતીય ગાયો પૌષ્ટિક દૂધના ઉત્પાદન માટે ઓળખાય છે, જે ઘણા રોગો સામે રક્ષણ આપે છે. ભારતમાં ગીર ગાય તેના અસામાન્ય લક્ષણો અને ગુણવત્તા માટે લોકપ્રિય છે તથા દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને ભારે બિલ્ડ (શરીર)ના કારણે તેને ગાયની શ્રેષ્ઠ જાતી ગણવામાં આવે છે. વધુમાં, આ જાતિની ગાય જુદા જુદા ટ્રોપીકલ રોગોની પ્રતિકાર ક્ષમતા માટે તેમજ તણાવયુક્ત સ્થિતિ દૂર કરવા માટે પ્રખ્યાત છે. તેનું સરેરાશ આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષ છે અને તે લગભગ ૬ થી ૧૦ વાછરડાંને જન્મ આપે છે. તે સરેરાશ દરરોજ ૪.૫ % ફેટ સાથે ૧૨ થી ૧૩ લિટર દૂધ આપે છે.

મોટા ભાગની ગીર ઓલાદો વર્ષમાં ૧૦ માસ દૂધ આપે છે અને અન્ય કોઈ દૂધ સંબંધી સમસ્યાઓ થતી નથી. ગીર ભારતના ગુજરાત રાજ્યમાં જૂનાગઢથી ૪૫ કિમી દૂર આવેલું છે. ગીર ગાયની ઓલાદ તેના કુદરતી સૌંદર્ય, વજન, ઉંચાઈ અને અલગ દેખાવ ધરાવે છે. ભારતમાં તેમજ ઘણા એશિયન દેશોમાં ગાય પવિત્ર પ્રાણી તરીકે ઓળખાય છે. પૃથ્વી પર ગાયએ એકમાત્ર એવું પ્રાણી છે જે માતા તરીકે ઓળખાય છે અને જે તેના ઉત્તમ પૌષ્ટિક દૂધ અને અન્ય ઉત્પાદનો રૂપે લોકોને આશીર્વાદરૂપ સમાન છે. હાલના સમયમાં પણ ભારત ના ઘણા ગામડાઓમાં ગાયના ગોબરનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. ગાયનું દૂધ, ગાય નું ઘી, દહીં તેમજ ગાયના દૂધમાંથી બનતા અન્ય ડેરી ઉત્પાદનોને ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. રોજિંદા આહારમાં ગાયના દૂધ અને ગાયના ઘી ની આદત તંદુરસ્ત રાખે છે અને રોગ-પ્રતિકારક્ષમતા વધારે છે. આયુર્વેદમાં ઘણા રોગોના ઈલાજ માટે પણ ગૌમુત્ર નો ઉપયોગ થાય છે. ગાય કેટલાક ઉત્તમ લક્ષણો જેવા કે ધીરજ, સહિષ્ણુતા, સૌમ્યતા તેમજ અન્ય ગુણો પણ ધરાવે છે.

- text

સુસવાવ ગૌશાળામાં રહેલી ૬૦ જેટલી ગીરગાયો ને પીવાના પાણી માટે અવાળાઓની સુવિધા અને ગાયના ખોરાક માટે ૬ અેકર જમીનમાં જીંજવો નામનુ ઘાસ ઉગાળવામાં આવ્યુ છે જે ઘાસ અેક વખત વાવીયા બાદ ૧૦ મહીના સુધી ઘાસ આવ્યા કરે છે અને ૩ મહીના સુધી પાણી ન આપીઅે તો પણ સુકાતુ નથી ખોળ, દાણ અને કપાસીયા જેવા પશુઆહાર ગાયોને ખવડાવવામાં આવે છે છાસ અને ધી બહાર વેચાણ કરીને ગાયોનું ભરણપોષણ કરવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ હળવદના સુસવાવ ગામના લોકોએ ગાય માતાનું મંદિર બનાવી તેને પૂજનીય સ્થાન આપ્યુ છે.

આ અંગે સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગાયને લોકો તરછોળે નહી કારણ કે ગાય લુપ્ત થતી જાય છે જો ખેડુતો પોતાની વાળીઅે પાંચ- સાત ગાયો રાખે તો ખેતીપાકમાં કેમીકલયુક્ત મોંઘી દવા નાખવામા આવે છે તે ન નાખવી પળે. અને ગૌમુત્ર તમામ દવા કરતા ઉત્તમ છે, મોંઘા યુરીયા જેવા ખાતરો પણ ન નાખવા પળે, ગાયનું છાણીયુ ખાતર કાફી છે. જો ગાયની જાણવણી નહી કરી અે તો આવનાર સમયમાં ગાય જોવા નહી મળે અને ગાયનું દુધ અત્યારે ૫૦ રૂપીઅે મળે છે તે ૧૦૦ રૂપીઅે લીટર નહી મળશે તેવું કહી શકાય.

- text