અરબી અમુદ્રમાં વાવઝોડું સાગર સક્રિય ; નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ

- text


આગામી ૨૪ કલાકમ સાગર વાવઝોડું વધુ તોફાની બનવાની દહેશત

મોરબી: અરબી સમુદ્રમાં ડિપ્રેશન બાદ ડીપ ડીપ્રેશનમાં ફેરવાયેલ સાગર નામનું વાવઝોડું તોફાની બની આગળ ધપી રહ્યું હોય રાજ્યના તમામ બંદરોને એલર્ટ કરાયા છે અને હાલ નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ ચડાવવા આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અરબી સમુદ્રમાં યમન નજીક ગઈકાલે ડિપ્રેશન સર્જાયું હતું કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા સાગર નામનું વાવાજોડું સક્રિય થયું છે.

- text

હાલ વાવઝોડું દર કલાકે ૧૧ કિલો મીટરની ઝડપે આગળ ધપી રહ્યું છે અને વાવાઝોડાને કારણે ૮૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા જોવાઇ રહી છે, બીજી તરફ હવામાન વિભાગે વાવઝોડું સાગર ગુજરાતના દરિયા કાંઠે અસર કરે તેમ હોઈ તમામ બંદરોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાગર વાવાઝોડાને કારણે હાલ નવલખી બંદર પર બે નંબર નું સિગ્નલ ચડાવાયું છે.

- text