વાંકાનેરના આઇટીઆઇમાં ૨૨મીએ એપ્રેંટીશ મેળો

Vianc’s Electronics

અનેક અગ્રણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહીને ઉમેદવારોની પસંદગી કરશે : ઉમેદવારને ઉપસ્થિત રહેવા આહવાન
વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આગામી ૨૨મીએ એપ્રેંટીશ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગ્રણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહીને ઉમેદવારોની પસંદગી કરશે. એપ્રેંટીશમાં જોડાવા માગતા ઉમેદવારોને આ મેળામાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

રોજગાર દિવસ નિમિત્તે રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા હળવદ ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨ના રોજ સવારના ૧૧ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સેવા સદન સામે, રાજકોટ હાઇવે, વાંકાનેર ખાતે એપ્રેંટીશ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં આઇટીઆઇ, ડીપ્લોમા, સ્નાતક, અનસ્કીલ્ડ, એસએસસી વગેરેની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ અથવા કામદાર તરીકે પસંદગી કરવા માટે અગ્રણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને પસંદગીની કાર્યવાહી કરશે.

એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, સ્કુલ લીવીંગ સર્ટી.આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે અસલ અને નકલો સાથે, તેમજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલી સાથે, સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો તેમજ અગાઉથી ખાલી જગ્યાઓ નહી નોંધાવેલ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહી શકશે.

એપ્રેન્ટીસશીપ તાલીમ વિનામુલ્યે હોય છે અને પ્રતિમાસ સરકારના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને રજાના લાભો મળવાપાત્ર છે.તેમજ તાલીમ પુર્ણ થયે અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં સફળ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેવુ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવામાં આવ્યું છે.