ટંકારા પોસ્ટ ઓફિસેથી હવે સ્ટેમ્પ, કોટ અને નોન જ્યુડીશ્યલ ટિકિટ મળી રહેશે

- text


ધણા વર્ષે પહેલા બંધ થયેલી સેવા સ્ટાફ ફાળવવામાં આવતા પુનઃશરૂ કરાઇ

ટંકારા : ટંકારા પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ કોટ ટીકીટ અને નોન જ્યુડીશ્યલ ટિકિટ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણોને લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ પોસ્ટ વિભાગે ફરી સ્ટેમ્પ કોટ ટીકીટ અને નોન જ્યુડીશ્યલ ટિકિટ સેવા શરૂ કરી છે. જેના કારણે ગ્રાહકોને સરળતા રહેશે.

ટંકારા તાલુકાનાં નાનાં ગામડાના લોકો કચેરી કામકાજ અર્થે અહી આવતા હોય છે. જે તે સરકારી કામ સબબ સોગંદનામું કરવા કે અરજી કરવા સ્ટેમ્પ કે ટીકીટ લેવી પડે છે પંરતુ છેલ્લા ધણા સમય થી આ સેવા પોસ્ટ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. જેથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી તેમજ નોટરી વકીલ ને પણ બહાર થી સ્ટેમ્પ મગાવાની ફરજ પડતી હતી.

- text

ટંકારા પોસ્ટ ઓફિસ પર સ્ટાફ ફાળવણી કરતા જ આ સેવા શરૂ થઈ છે. જેમા કોટ ટિકીટ રૂ. ૧,૨,૫ નોન જ્યુડીશ્યલ ટિકિટ રૂ. ૫,૨૦, ૫૦ અને કોરા સ્ટેમ્પ રૂ ૨૦,૫૦ અને ૧૦૦ અહી થી મળી રહેશે. આ બાબતે પોસ્ટ માસ્તર ગઢવી એ જણાવ્યું હતું કે સ્ટેમ્પ પેપર માટે કોઈ એક આધાર પુરાવાની જરૂર રહેશે. હવે નાના મોટા લખાણ કરાર કે અરજી માટે અરજદાર એ આમ તેમ ફરવું નહી પડે અને સહેલાઈથી સ્ટેમ્પ પેપર પણ મળી જશે.

- text