મોરબી : રવાપર ગ્રામ પંચાયત કચેરીએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકોનો મોરચો

- text


પંચાયત વિસ્તારમાં આવતા એપાર્ટમેન્ટમાં પાણી ન આવતું હોવાની અને લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવા મુદ્દે રહેવાસીઓએ ઉગ્ર રજૂઆત કરી

મોરબી : રવાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે આજે બુધવારે ધુનડા રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મોરચો માંડી લાઈટ અને પાણીની પ્રાથમિક સુવિધા મુદ્દે જવાબદાર અધિકારી અને હોદેદારોને ઉગ્ર રજૂઆત કરી હતી.

- text

મોરબી ને અડીને આવેલા રવાપર ગામમાં મોટી સંખ્યામાં એપાર્ટમેન્ટ આવેલા છે. ત્યારે રવાપર ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા ધુનડા રોડ પરના ત્રણ થી ચાર એપાર્ટમેન્ટના લોકોએ રવાપર કચેરી મોરચો મંડ્યો હતો. જેમાં ગંગા, જમના, સરસ્વતી અને રવાપર રેસિડન્સી સહિતના એપાર્ટમેન્ટમાં રહેતા સ્ત્રી અને પુરુષોએ રવાપર પંચાયતને બાનમાં લઇ તેમના વિસ્તારમાં પિવાનુ પાણી યોગ્ય માત્રામાં આવતું ન હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો પણ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાની અને આ નાગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાની રોષભેર રજુઆત કરી હતી. રજૂઆત સમયે થોડીવાર માટે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. અંતે પંચાયતના જવાદાર હોદેદારો અને અધિકારીઓએ રજૂઆતકર્તા ની ફરિયાદો સાંભળી આ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

- text