હળવદ નજીક રોડ પરના ખાડાએ બાઈક પાછળ બેઠેલી પરિણીતાનો જીવ લીધો

- text


પતિ સાથે બાઈક પર જતી વેળાએ રોડ પર અચાનક ખાડો આવતા નીચે પડી જવાથી પત્નીનું મોત નીપજ્યું

હળવદ : હળવદના ભલગામડા નજીક દંપતિ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે રોડ પર ખાડો આવતા પત્ની બાઈક પરથી નીચે પટકાઈ હતી . પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આમ ખાડાના કારણે એક વ્યક્તિનો જીવ ગયો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ સરા રોડ પર ધર્મેન્દ્રસિંહ નટુભા સીસોદીયા અને તેમના પત્ની જ્યોતિબા ધર્મેન્દ્રસિંહ સીસોદીયા ઉ.વ.૩૬ બાઈક પર જતાં હતા. ત્યારે ભલગામડાં નજીક રોડ પર ખાડો આવતા જ્યોતિબા બાઈક પરથી પડી ને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં જ્યોતિબાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

- text

રોડ પર રહેલા ખાડાના કારણે પરિણીતાને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. હજુ પણ મોરબી જિલ્લાના મુખ્ય માર્ગો પર અનેક ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ સર્જાઈ રહ્યું છે. ત્યારે તંત્રએ તાત્કાલિક નક્કર કામગીરી કરવાની તાતી જરૂર છે.

 

- text