મોરબી જિલ્લા ભાજપ દ્વારા કર્ણાટકની જીતના વધામણા : અગ્રણીઓએ મીઠા મો કરાવ્યા

- text


મોરબી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતાં મોરબી જીલ્લા ભાજપ દ્વારા જીતના વધામણા કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી જીતની ઉજવણી કરી હતી.

- text

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે ઐતિહાસિક જીત મેળવતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપ અગ્રણીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવીને જીતની ઉજવણી કરી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ,શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા ,મંજુલાબેન દેત્રોજા, આપાભાઈ કુંભારવાડીયા ,હિરેન પારેખ ,જ્યોતિસિંહ જાડેજા, જેઠાભાઇ મિયાત્રા, સહિતના ભાજપ કાર્યકરો એ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા

- text