૧૦૦૦ મહિલા કર્મચારીઓને વૈષ્ણોદેવીનો પ્રવાસ કરાવતું અજંતા ઓરેવા ગ્રુપ

મોરબી : સમગ્ર દેશમાં બહેનોને સૌથી વધુ રોજગારી પુરી પાડતું અજંતા ઓરેવા ગુપ જે લાઈટિંગ અને ઈલેકટ્રીકલ્સ ક્ષેત્રે દેશમાં આગવી ઓળખ ઉભી કરનાર મોરબીની યશ-કલગી સમાન છે. તે તેના ૧૦૦૦ થી પણ વધુ મહિલા કર્મચારીઓને દુર્લભ એવો માં વૈષ્ણો દેવી નો સાત દિવસનો પ્રવાસ કરાવી રહ્યું છે. અજંતા ઓરેવા ગ્રુપની ૧૦૦૦ થી પણ વધુ મહિલા કર્મચારીઓ વૈષ્ણોદેવીનો પ્રવાસ માણશે. આ પ્રવાસનો તમામ ખર્ચ અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

આ અંગે અજંતા ઓરેવા ગ્રુપના દિપકભાઈ પારેખના જણાવ્યા મુજબ કર્મચારીઓને આવવા જવાનું , રહેવા,જમવાનું તથા સાઈટ સીઇંગ પણ આપવામાં આવે છે. સાઈટ સીઇંગમાં માં વૈષ્ણો દેવીના દર્શન તેમજ તેની આજુબાજુ જોવા લાયક સ્થળો પણ લેવામાં આવેલ છે. અજંતા ઓરેવા ગુપ માં હજારો દીકરીઓને માત્ર રોજગારી જ મળતી નથી પણ તેનામાં ડિસિપ્લિન, ચોકસાઈ, વિશ્વાસ અને સમાજ ઉપયોગી થવાનું જીવન ઘડતર થાય તેવા ગુણોનું સિંચન પણ થયું છે.

લાઇટિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેકટ્રીકલ્સ ની આશરે ૮૦૦ થી પણ વધુ વિવિધ વેરાઈટી ઓરેવા ગ્રુપ બનાવે છે. જયસુખભાઇ પટેલ બિઝનેસની સાથે સામાજિક કાર્યો કરતા રહે છે. અજંતા ઓરેવા ગ્રૂપની મોટાભાગની પ્રોડક્ટ ઈકો ફ્રેન્ડલી છે પર્યાવરણને નુકશાન કર્યા વગર આગળ વધવાનો અને એલઇડી લાઈટિંગ જેવી પ્રોડક્ટ થી દેશને કરોડોના પાવરની બચત અજંતા ઓરેવા એમ્પાયરે કરાવી છે.