મિતાણા નજીક ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું : તેલ રસ્તા પર ઢોળાયું

- text


મોરબી : ટંકારાના મીતાણા નજીક ગત મોડી રાત્રીના એક ટેન્કર પલટી મારી ગયું હતું. ખાદ્યતેલ ભરીને અમરેલીથી કચ્છ જઈ રહેલું આ ટેન્કર મીતાણા નજીક કોઈ કારણોસર પલટી મારી જતા ખાદ્યતેલ રસ્તા પર ઢોળાઇ ગયું હતું.

ટંકારાના મિતાણા પાસે હાઇવે પર ગત રાત્રે ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી. આ ટેન્કર ખાદ્યતેલ ભરીને અમરેલી કચ્છ જઇ રહ્યું હતું. ખાધતેલ ભરેલું આ ટેન્કર પલટી મારી જઈને હાલ રોડનું કામ ચાલુ હોય ત્યાં રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને ટેન્કર પલટી મારી જતા ખાધ તેલ પણ રોડ પર ઢોળાયું હતું.

- text

- text