ટંકારા : પ્રાયમસની ઝાળે દાઝેલી પરિણીતાનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે રસોઈ બનાવતી વેળાએ દાઝી ગયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

જાણવા મળ્યા મુજબ લજાઈના સદગુર પોલી. ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા સોનમબેન દિપેનભાઇ રાજપુત ઉવ ૧૯ મુળ ગામ-ખેડા સેલાજીત તા- સડીલા થાના- જેરીયા જિલ્લો- હમીરપુર (યુ.પી) વાળા તા ૮/૫/૨૦૧૮ ના રોજ સવારના અગીયારેક વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે પ્રાઇમસની જાળ પહેરેલ કપડાની અડી જતા આખા શરીરે દાજી જતા પ્રથમ મોરબી ક્રિષ્ના હોસ્પિટલ બાદ સ.હો. રાજકોટ ખાતે બર્ન્સ વોર્ડમાં દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મરણજનારનો લગ્ન ગાળો ૧ વર્ષ છે. સંતાનમાં કાઇ નથી સાસુ –સસરા થી અલગ રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text