મોરબી :યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓ સાથે મધર ડેની ઉજવણી

- text


વૃદ્ધાશ્રમની માતાઓને સાડી તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરાઈ

મોરબી : દરેક તહેવારોને અલગ રીતે ઉજવવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મધર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓને સાડીનો સેટ તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા.

મધર ડે– માતૄ દિન. કોઈ પણ દેશ હોય પુર્વ કે પશ્ચિમ દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતાજ મનની અંદર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે.દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જિવન છે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારો અલગ રીતે ઉજવી અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા હંમેશા કટિબદ્ધ હોય છે ત્યારે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબી ખાતે આવેલ વૃદ્ધઆશ્રમ માં રહેલ માતા ને સાડી સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતા ની અનુભૂતિ મેળવી હતી

- text