મોરબીના જાણીતા સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાનું કવિરાજ લાંગીદાસજી ત્રિશતાબ્દી મહોત્સવમાં સન્માન

- text


વર્ષ ૨૦૧૪/૧૫માં સાહિત્ય વિભાગની દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવવા બદલ બહુમાન કરાયું

હળવદ : હળવદના ગોલાસણ ગામે કવિરાજ લાંગીદાસજી મહેડુંના ત્રિ શતાબ્દી મહોત્સવમાં સાહિત્ય વિભાગની દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ આવનાર મોરબીના અશ્વિનભાઈ બરાસરાનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

ગુજરાત રાજય સંગીત નાટય એકાદમી ગાંધીનગર આયોજીત અને અખિલ ભારતીય ચારણ સમાજ સંયોજીત ગુજરાતના ત્રણ મધ્યકાલીન કવિરાજોના શતાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત હળવદ સ્ટેટ ના કવિરાજ લાંગીદાસજી મહેડુંનો ત્રિ- શતાબ્દિ મહોત્સવ હળવદના ગોલાસણ મુકામે યોજાયો હતો. જેમાં સાહિત્ય વિભાગની દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં વર્ષ ૨૦૧૪/૧૫ માં રાજયકક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર મોરબીના અશ્વિનભાઈ બરાસરાનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

 

- text