મોરબીના પાડા પુલ નજીક નગરપાલિકાની મોતના ખાડાની સ્કીમ !!!

- text


ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરનાર ટુ વ્હીલર ચાલકને મોત અને ફોર વ્હીલ ચાલકને ઇજાની ગેરંટી

મોરબી : એ ગ્રેડની મોરબી નગર પાલિકા લોકોને સુવિધા આપવાને બદલે દિવસે દિવસે લોકો માટે મુસીબત ઉભી કરી રહી છે સાફ સફાઈ હોય કે પાણીની બાબત હોય કે પછી ગટર ઉભરાવાની સમસ્યા હર હમેશ મોરબી પાલિકાના સતાધીશો પાયાની સુવિધા આપવામાં ઉણા ઉતરી રહ્યા છે ત્યારે મણીમંદિરથી પાડાપુલ જતા માર્ગ પર જોખમી ખાડો યથાવત સ્થિતિમાં રાખી પાલિકાએ મોતની સ્કીમ રજૂ કર્યા જેવો ઘાટ સર્જાયો છે.

મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તારમાં જવા માટે જ્યાંથી લાખો લોકો દરરોજ પસાર થાય છે એવા ધમધમતા માર્ગ પર મણિમંદિર નજીક પાલિકાની ઘોર બેદરકારીના પાપે રોડ પર એવો ખાડો સર્જાયો છે કે જો ટુ વ્હીલર ચાલક જરા પણ બેદરકારી દાખવે તો સીધો જ પરલોક સિધાવી જાય અને જો ફોર વ્હીલ ચાલક જરા ગફલતમાં રહેતો ગાડીને મોટી નુકશાની થવાની સાથે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચે !!

- text

જો કે મોરબીમાં આવા ઘોર બેદરકારીના ઉત્તમ નમૂનાઓ ઠેક ઠેકાણે જોવા મળે છે છતાં પણ જ્યાંથી લાખો લોકો દરરોજ પસાર થતા હોય અને મોરબીના કલેકટર, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ પણ જ્યાંથી દિવસમાં અનેક વખત પસાર થતા હોય તેવા પાડાપુલ નજીકના માર્ગ પર આ જીવલેણ ખાડો કોઈ નો જીવ લે તે પહેલાં પુરવો જરૂરી બન્યો છે.

- text