મોરબી લગ્ન કરવાની ના પાડનાર યુવતીને ફઈબાના દીકરાએ ધમકી આપતા ચકચાર

- text


મોરબી : મોરબીમાં સગા ફઈબાના દીકરાએ લગ્ન કરવા દબાણ કરી યુવતીને ધાકધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના ધરમપુર ગામે રહેતા નિરાલીબેન હિરાભાઇ વાલેરા ઉવ- ૨૦ રહે. ધરમપુર વાળાને આરોપી ભરતભાઇ જેસીંગભાઇ સોલંકી રહે. ઇન્દીરાનગર મોરબી વાળો ફરિયાદી બેનને ફઇ નો દિકરો થતો હોય ફરીયાદીએ આરોપી સાથે લગ્ન કરવાની ના પાડેલ હતી.

- text

વધુમાં બાબતનો ખાર રાખી ફરીયાદી નિરાલિબેન તથા સાહેદ પુજાબેન ને જેમ ફાવે તેમ ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text