મોરબીની ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં દબાણ મુદ્દે કલેકટરને ચોથી વખત રજુઆત

- text


અગાઉ પણ ત્રણ વખત કલેકટરના દ્વાર ખખડાવ્યા પરંતુ રહીશોને નિરાશા જ મળી

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ સામે આવેલ ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેના પ્લોટ પર કબજો જમાવી કરવામાં આવેલા દબાણ અંગે આજે રહીશોએ ચોથી વખત કલેકટરના દ્વાર ખખડાવ્યા હતા. અગાઉ ત્રણ વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી સોસાયટીના કોમન પ્લોટ ઉપર અમુક લોકો દ્વારા દબાણ કરી લેવામાં આવતા સોસાયટીના રહીશોના નાના મોટા પ્રસંગો થઈ શકતા ન હોવાનું તેમજ બાળકોને રમવા માટે જગ્યા પણ મળતી ન હોવાનું જણાવાયું હતું.

- text

વધુમાં ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેની આ કિંમતી જમીન પચાવી પાડવા માટે કારસો ઘડવામાં આવ્યો હોવાનું જણાવી સોસાયટીના રહીશો કે સોસાયટીના બિલ્ડર કે અન્ય કોઈ પ્લોટમાં દબાણ નહિ કરવાનું સમજવા જાય તો પણ દબાણકારો દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

રહીશોના જણાવ્યા મુજબ તેઓએ આ ચોથી વખત જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. અગાઉ ત્રણ વખત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાના પગલે દબાણકારો માટે મેદાન મોકળુ થઈ ગયું છે. હાલ રહીશોએ આ પ્લોટ ખુલ્લો કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.

- text