મોરબીનુ એક એવું આરોગ્ય કેન્દ્ર : જ્યાં દર્દીઓને રોકાવાનું મન થાય

- text

બગથળા ગામે ફાર્માસિસ્ટની મહેનતથી આરોગ્ય કેન્દ્ર નયનરમ્ય સ્થળમાં પલટાયુ : આરોગ્ય કેન્દ્રએ બેસ્ટ બ્યુટીફીકેશન અને કાયકલ્પના જેવા અનેક એવોર્ડ મેળવ્યા : ૨૦૦ વૃક્ષ વાવીને માધવબાગ બનાવ્યું

મોરબી : મોરબીના બગથળા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા પાંચ વર્ષથી બેસ્ટ બ્યુટીફીકેશન અને કાયાકલ્પ એવોર્ડ મેળવી રહ્યું છે ત્યાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટએ પોતાનો જીવ રેડીને આરોગ્ય કેન્દ્રને સાક્ષાત સ્વર્ગની અનુભૂતિ કરાવતું બનાવ્યું છે. જેથી અહિં આવતા બગથળા ગામે ફાર્માસિસ્ટની મહેનતથી આરોગ્ય કેન્દ્ર નયનરમ્ય સ્થળમાં પલટાયુ. જેથી અહિં આવતા દર્દીઓને ક્યારેય ઘરે જવાનું મન થતું નથી.

બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સરસાવડીયાએ જીવ રેડીને આરોગ્ય કેન્દ્રને તમામ બાબતમાં નંબર વન બનાવ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનગી હોસ્પિટલને પણ પાછળ રાખી દે તેવુ છે. ફાર્માસિસ્ટની મહેનતને કારણે આરોગ્ય કેન્દ્ર જોવાલાયક સ્થળ જેવું બની ગયું છે અહીં આવતા દર્દીઓને ક્યારેય ઘરે જવાનું મન થતું નથી.

આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ જોઈએ તો કોર્પોરેટ હોસ્પિટલમાં હોય તેવી દીવાલોના કલર્સ,સન કન્ટ્રોલ ગ્લાસવાળી બારીઓ, છત સુધીની વોલ ટાઇલ્સ, અત્યાધુનિક દવા બારી, દવા સ્ટોર રૂમ, લેબોરેટરી, ડીલેવરી રૂમ, મેડીકલ ઓફિસર રૂમ, મીટીંગ રૂમ, કેશકાઉન્ટર, પેન્ટ્રી, પોસ્ટ નેટલરૂમ, ઇનડોર રૂમની આધુનિક કોલ્ડ ચૈન પોઇન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં ખરાબ અને વિશાળ જમીનમાં બાવળો કાઢી નાખી સુંદર માધવબાગ નું સર્જન કરવામાં આવ્યું છે.આ માધવબાગ દર્દીઓને નયનરમ્ય તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડે છે. કેન્દ્રમાં ૨૨૦ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ વૃક્ષોને ટપક પદ્ધતિ વડે સિંચાઈ કરવામાં આવે છે.તમામ વૃક્ષોનું નામકરણ કરી નંબર પણ આપવામાં આવ્યો છે.

કેન્દ્રના કેમ્પસને પેવર બ્લોક થી કવર કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં દર્દીઓ માટે વિશાળ સ્ક્રીન વાળું ઍલીડી ટીવી તેમજ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. બગથળા ગામનું આરોગ્ય કેન્દ્ર જિલ્લા સ્તરે તથા રાજ્યસ્તરે બેસ્ટ બ્યુટીફીકેશન કેન્દ્ર, એનકયુસી અને કાયાકલ્પ એવોર્ડ છેલ્લા પાંચ વર્ષથી મેળવી મોરબી જીલ્લાનું ગૌરવ વધારી રહ્યું છે નિલેશભાઈ પણ જિલ્લામાં બેસ્ટ ફાર્મસીસ્ટના એવોર્ડ મેળવી ચૂક્યા છે.

- text

આ કેન્દ્રને બેસ્ટ આરોગ્ય કેન્દ્ર બનાવવા પાછળ ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સરસાવાડિયાએ ખૂબ જહેમત ઉઠાવી છે આરોગ્ય કેન્દ્ર ના વિકાસમાં નિલેશભાઈનો મુખ્ય ફાળો છે. બીજી સરકારી સંસ્થાના કર્મચારીઓ પણ આ પ્રકારની ભાવનાથી સંસ્થાના વિકાસ કાર્યમાં લાગી જાય તો દરેક સરકારી સંસ્થાઓ આવી નયનરમ્ય અને સુવ્યવસ્થિત બની જાય તેવું નિલેશભાઈનુ માનવું છે.