હળવદ : પરવાના વિના ખનીજનું પરિવહન કરતો ટ્રક પકડાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પરવાના વિના ખનીજ ભરીને પરિવહન કરતા ટ્રકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી ગેરકાયદે ખનિજ પરિવહન કરતા ટ્રક ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી રોકવા માટે પેટ્રોલિંગ કરીને ચેકીગ કરી ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા વાહનોને ઝડપી લેવામાં આવે છે જેમાં આજે ખાણ-ખનીજ વિભાગ દ્વારા હળવદના ધનશ્યામપુર ગામેથી ટ્રક ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મળતી વિગત મુજબ ખાણ-ખનીજ ટીમ હળવદ તાલુકામાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન પરવાના વિના પરિવહન કરતા વાહનોના ચેકીગ્ન દરમિયાન હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામેથી ટ્રક જીજે ૧૩ જી ૮૦૨૩ ચાલક ગીરધનભાઈ રવજીભાઈ નાયક રહે-શાંતિનગર, હળવદ ટ્રક સાથે ૮ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text