હળવદના ગોલાસણ ગામે કવિરાજ લાંગીદાસજી મહેડુંનો ત્રિ-શતાબ્દી મહોત્સવ ઉજવાયો

- text


અનેક મહાનુભાવોએ આપી હાજરી : લોકડાયરમાં લોકો ઉમટી પડ્યા

હળવદ : હળવદના ગોલાસણ ગામે મધ્યકાલીન કવિરાજ લાંગીદાસજી માંડણજી મહેડુંનો ત્રિ-શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેવલ વાલજીભાઈ વિશાલપુરી દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. મયુરદાન દાદુભા મહેડું દ્વારા અતિથિનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. તીર્થકર રોહડિયાનું પ્રાસંગિક ઉદબોધન યોજાયું હતું.

- text

કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મહારાજ શ્રીરાજ જયસિંહજી, સાંસદ પુરુસોત્તમ રૂપાલા, પુર્વ નાણા મંત્રી બાબુભાઇ શાહ, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, સાણંદ ઠાકોર સાહેબ જયશિવસિંહજી , ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજેરા, લાલદાસ બાપુ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, મૌલિકભાઈ પટેલ,મોરારદાનજી વણસુર, શેશકરણજી નરેશદાનજી દેપાવત, યોગેશ બોક્ષા, હરિશ ચારણ ઝાલોર અને મુખી બાપૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમનું સંચાલન અને સંકલન મહેશદાન મહેડું, જયેશદાન ઝીબા, શિવદાન મહેડું અને આભારવિધિ ગોલાસણના મહેડું પરિવારે કરી હતી. ત્યારબાદ ભોજન સમારંભ અને લોકડાયરો યોજાયો હતો. લોકડાયરામાં યશવંત લાંબા, લક્ષ્મણ બારોટ વિજય બાટી, મેરાણ મારૂ, હકાભા રોહડિયા અને ધ્રુવ જાળફવાએ ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવી હતી.

- text