વાંકાનેરના સરતાનપર નજીક વોકળામાં ન્હાવા જતા બે બાળકોના મોત

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર ઢુંવા ખાતે વોકળામાં ન્હાવા પડેલા બે શ્રમિક પરિવારના બાળકોના ડૂબી જતાં મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સરતાનપર ગામ નજીક આવેલ સિમ્પેક સીરામીક પાછળ આવેલા વોકળામાં ન્હાવા પડેલા સચીનભાઇ ભજુભાઇ કોસ્વા ઉવ ૧૩ રહે. સીમ્પેક સીરામીક તથા શ્યામ નાનાભાઇ બારેલા ઉવ ૧૦ રહે. હાલ સીમ્પેક સીરામીક સરતાનપર રોડ ઢુવા નામના બાળકોનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.