મોરબી : નાલંદા વિદ્યાલયનું ૧૨ સાયન્સ બોર્ડ, ગુજકેટ અને જી મેઇનમાં ઉજ્જવળ પરિણામ

યશ ફળદુએ ગુજકેટમા બોર્ડ ફર્સ્ટ, ભોરણિયા હર્ષ ૧૨ સાયન્સ બોર્ડમાં ૯૫ ટકા તેમજ રાજપરા ઋષિએ જી મેઈનમાં ૨૦૦ માર્કસ અને ૫૮૫૯ એઆઈઆર સાથે સ્કૂલમાં પ્રથમ

મોરબી : મોરબી- રાજકોટ હાઇવે પર વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલયે ધો. ૧૨ સાયન્સ બોર્ડ ઉપરાંત ગુજકેટ અને જી મેઈન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. શાળાના છાત્ર યશ ફળદુએ ગુજકેટમાં ૯૯.૯૯ ટકા પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ભોરણિયા હર્ષે ૧૨ સાયન્સ બોર્ડમાં ૯૫ ટકા તેમજ રાજપરા ઋષિએ જી મેઈનમાં ૨૦૦ માર્કસ અને ૫૮૫૯ એઆઈઆર સાથે સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

મોરબી પંથકની જાણીતી શૈક્ષણિક સંસ્થા નાલંદા વિદ્યાલયે આ વર્ષે પણ ધો. ૧૨ સાયન્સ ઉપરાંત જી મેઈન અને ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દબદબો જાળવી રાખ્યો છે. શાળાનું ધો.૧૨ સાયન્સ બોર્ડનું પરિણામ જોવા જઈએ તો ૧૨૦ માર્ક્સ માંથી યશ ફળદુએ ૧૧૮.૭૫, હર્ષ ભોરણિયાએ ૧૧૨.૨૫ , ફ્રેંશી જેતપરિયાએ ૧૧૨.૫, સત્યમ મારવણીયાએ ૧૧૧.૭૫, યશ વાછાણીએ ૧૦૮.૭૫, કર્તવ્ય ગઢિયાએ ૧૦૬.૨૫, ઋષિ રાજપરાએ ૧૦૫, જયકુમાર ભાગીયાએ ૧૦૪.૭૫, નિમેષ રંગપરિયાએ ૧૦૪, અક્ષય સુરાણીએ ૧૦૪, અમિત જીવાણીએ ૧૦૩.૭૫, અજય વાળાએ ૧૦૩, પ્રીત રાજપરાએ ૧૦૨ અને દર્શન દેસાઈએ ૧૦૧.૨૫ માર્ક્સ મેળવ્યા છે.

ધો. ૧૨ સાયન્સ બોર્ડમાં નાલંદા વિદ્યાલયના હર્ષ ભોરણિયાએ ૯૫ ટકા, ફ્રેંશી જેતપરિયાએ ૯૩.૬૭ ટકા, ઋષિ રાજપરાએ ૯૩.૩૩ ટકા, જયકુમાર ભાગીયાએ ૯૨ ટકા, આદિલ પરમારે ૯૧ ટકા, કેવલ વડાવીયાએ ૯૧ ટકા, યશ ફળદુએ ૯૧ ટકા, યશ વાછાણીએ ૯૦ ૬૭ ટકા, સત્યમ મારવાણિયાએ ૯૦.૬૭ ટકા, પાર્થ ધાયાણીએ ૮૯.૬૭ ટકા, હર્ષ કાવરે ૮૮.૮૩ ટકા, કર્તવ્ય ગઢીયાએ ૮૭.૩૩, દર્શન દેસાઈએ ૮૬.૩૩ ટકા, કેવલ જીવાણીએ ૮૬ ટકા, ઉત્તમ અદરોજાએ ૮૬ ટકા અને અક્ષય સુરાણીએ ૮૫.૬૭ ટકા મેળવ્યા છે.

જી મેઇનમાં રાજપરા ઋષિએ ૨૦૦ માર્કસ અને ૫૮૫૯ એઆઈઆર, વાળા અજયે ૧૯૬ માર્કસ અને ૧૧૩૨ એઆઈઆર તરમજ યશ ફળદુએ ૧૮૧ માર્કસ અને ૯૦૪૧ એઆઈઆર હાંસલ કર્યા છે. શાળાના કુલ ૬૦ વિદ્યાર્થીઓએ જી મેઇનની પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.