મોરબીમાં ૩ હજાર ચકલી ઘર તેમજ ૧ હજાર પાણીના કુંડા અને ચબૂતરાનુ વિતરણ કરાયુ

- text


નવરંગ નેચર કલબ આયોજિત કાર્યક્રમનો બહોળી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો

મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા દાતાઓના સહયોગથી આગામી આજે રવિવારના રોજ ૩૦૦૦ ચકલી ઘર, ૧૦૦૦ માટીના પાણીના કુંડા અને ૧૦૦૦ ચબૂતરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે નવરંગ નેચર કલબ દ્વારા દાતાઓના સહયોગ થી આજ રોજ ચકલી ઘર, માટીના પાણીના કુંડા અને ચબૂતરાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ અતિથિ વિશેષ તરીકે આપાભાઈ કુંભરવાડીયા, પ્રભુભાઈ ભૂત, પી.સી.ઓગણેજા, પ્રકાશભાઈ ચબાડ અને જીવણભાઈ કુંભરવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ૩૦૦૦ ચકલી ઘર, ૧૦૦૦ માટીના પાણીના કુંડા અને ૧૦૦૦ ચબૂતરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતેન્દ્રભાઈ ઠક્કર, એમ.જે. મારુતિ , ભગવાનજીભાઈ કુંભવાડીયા, આલાભાઈ બાળા , બાબુભાઇ બાળા અને નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા સહિતના સેવાભાવી આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

- text