મોરબીમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ભેદતી એલસીબી : બે જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા

- text


જુદા – જુદા બે દરોડામાં ૩૦,૫૦૦ નો મુદામાલ કબ્જે : આઠ આરોપીઓના નામ ખુલ્યા

મોરબી : આઇપીએલ ક્રિકેટમેચની સીઝનમાં મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી – રમાડવાનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે ત્યારે એલસીબીએ જુદા – જુદા બે દરોડા પાડી બે જુગારીઓને ૩૦,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ક્રિકેટ સટ્ટામાં સંડોવણી બદલ આઠ આરોપીઓના નામ ખોલવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.જે.ચૌધરીએ મોરબીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ હેડ કોન્સ્ટેબલ સજયભાઇ મૈયડને મળેલ હકીકત આધારે મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે બહુચર પાન પાછળ ખુલ્લી જગ્યામાં આઇ.પી.એલ. મેચનું જીવંત પ્રસારણ નિહાળી પૈસાની હારજીતનો જુગાર રમતા ભાવેશભાઇ વશરામભાઇ બોપલીયા રહે, વાધપર તા.જી.મોરબી વાળાને રોક્ડા રૂ.૧૮.પ૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૪૦૦૦/તથા રનના સોદા લખેલ સાહીત્ય મળી કૂલ રૂ.,રર,૫૦૦/ના મુદામાલ સાથે પકડી પાડી તેની સાથે મોબાઇલ ફોનથી સપકંમાં રહી આરોપી ૧ જયદિપભાઇ દસાડીયા રહે,ઉમા ટાઉનશીપ મોરબી, કેતન રામજીભાઇ કાલરીયા રહે,જીવાપર, જીતુભાઇ ઘીરુભાઈ કાલરીયા રહે. જીવાપર, નિલેષભાઇ ભુદરભાઇ લોરીયા, રહે, મોરબી રાકેશભાઇ રતિભાઇ બોપલીયા રહે, મોરબી વાળા જુગાર રમતા હોય જેથી તેઓના નામ ખુલેલ છે.

- text

આ ઉપરાંત બીજા દરોડામાં જયવંતસિંહ ગોહીલ તે મળેલ હકીકત આધારે મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે હરિઓમ નાસ્તા હાઉસની પાછળ ખુલ્લી જગ્યામાં આઇ.પી.એલ. મેયનું જીવંત પ્રસારણ નિહાળી પૈસાની હારજીતનો જુગાર રમતા ચિરાગભાઇ ભરતભાઇ લોરીયા રહે. જીવાપર તા.મોરબી વાળાને રોકડા રૂ.૪૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૪૦૦૦/તથા રનના સોદા લખેલ સાહીત્ચ મળી કૂલ રૂ.૮૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી તેની સાથે મોબાઇલ ફોનથી સંપર્કમાં આરોપી દેવેનભાઇ દુર્લભજીભાઈ કાલરીયા રહે. જીવાપર, દિવ્યેશભાઇ કિશોરભાઇ લોરીયા રહે. જીવાપર તથા મયંકભાઇ દામજીભાઇ કાલરીયા રહે, જીવાપર તા.જી.મોરબી વાળા જુગાર રમતા હોય જેથી તેઓના નામ ખુલેલ છે.

આમ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી અક્ષયરાજ મકવાણાની સુચના મુજબ મોરબી એલ.સી.બી.એ ક્રિકેટ સટ્ટાના બે કેસ કરી રોકડ .૨૨ ૫૦૦ તથા મોબાઇલ ફોન – ર કી.૮૦૦૦ મળી કુલ ૩૦૫૦૦ ના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડી ૮ આરોપીઓના નામ ખોલેલ છે અને મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં બન્ને ગુનાઓ રજિસ્ટર કરાવેલ છે.

- text