સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતું હળવદના મયાપુરનું દંપતિ

- text


મયાપુરના દંપતીનો ગૌ માતાને જમાડીને જ જમવાનો અનોખો સંકલ્પ : રોજના ૪૦ જેટલા રોટલા બનાવી શ્વાનોને ખવડાવતા કણઝરીયા પરિવારના સભ્યો

હળવદ : આજના ભાગદોડ ભર્યા યુગમાં જ્યારે પોતાના પરિવાર માટે સમય નથી ત્યારે ૩૩ કરોડ દેવતાનો જેમાં વાસ છે તેવા ગાય માતાની સેવા કરવાનો એક અનોખો પ્રયાસ હળવદ પંથકના મયાપુર ગામના એક દંપતીએ “સેવા પરમો ધર્મ” ના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. આ સેવાકીય કાર્ય ને સમગ્ર ગ્રામજનોએ તથા આજુબાજુના લોકોએ આજના કળયુગમાં ભારોભાર પ્રસંશા કરી બિરદાવ્યા હતા.

હળવદ તાલુકાના મયાપુર ગામના સંજયભાઈ રવજીભાઈ કણઝરીયા અને તેમની પત્ની પ્રફુલ્લાબેને છેલ્લાં ૨૫ દિવસથી અનોખો સંકલ્પ કર્યો છે કે ગાયને જમાડીને જ જમવું અને સાંજે શ્વાન માટે રોટલા બનાવી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખરી મહેનત કરી અંદાજે ૧૦૦થી વધુ રેઢિયાળ ઢોરોને જુવાર ખવડાવી અનોખી સેવાનો કાર્ય કરી રહ્યા છે. ત્યારે માયાપુર ગામનું યુવા દંપતિએ ગાય માતાની સેવા કરવાનો અનોખો સંકલ્પ કર્યો છે.

- text

આ સંકલ્પ દરમિયાન દંપતીએ ૧૦ વિઘાની લીલી જુવાર (ચાસટીયો) ગાય માટે વાવેતર કરી છે અને આમ કણઝરીયા સંજયભાઇ અને તેમના પત્ની પ્રફુલ્લાબેન સહિત કણઝરીયા પરિવારના પ સભ્યો છેલ્લા ૩૦ દિવસથી ગાયો માટે જુવાર કાપીને પોતાના ટ્રેકટરમાં નિણની વ્યવસ્થા કરી રહ્યા છે અને હજુ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ પતિ-પત્ની દ્વારા ગાયને લીલો ચાસટીયો નાખવામાં આવશે.

આ અંગે હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયાએ જણાવ્યું હતું કે મયાપુર ગામનું આ યુવાન દંપતિ છેલ્લાં ૨૫ દિવસથી નિરાધાર ગાયો માટે લીલી જુવાર વાઢીને ગાયો માટે લાવે છે અને વાડીએ દરરોજના ૪૦ જેટલાં રોટલા શ્વાનો માટે બનાવે છે. નિરાધાર ગાયો અને શ્વાન માટે નિસ્વાર્થ ભાવે સેવા કરતાં આ દંપતિની સમગ્ર પંથકમાં છેલ્લાં ૩૦ દિવસથી જીવદયા પ્રેમીઓમાં ભારોભાર પ્રશંસા થઈ રહ્યી છે.

- text