ટંકારા પોલીસ મથકે લીગલ એઇડ કાનૂની સેન્ટરનો શુભારંભ

- text


ટંકારા સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ ફર્સ્ટ કલાસ જજ એન.કે.યાદવના હસ્તે ઉદ્દઘાટન

ટંકારા : ટંકારા પોલીસ મથકે લીગલ એઇડ કાનૂની સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્દઘાટન ટંકારા સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ ફર્સ્ટ કલાસ જજ એન.કે.યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટંકારાના અરજદારોને વિનામૂલ્યે કાનૂની સલાહ મળી શકે તેવા હેતુથી મોરબી જિલ્લા કાનૂની સેવા મંડળના માર્ગદર્શન મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં લીગલ એઇડ કાનૂની સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ટંકારા સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ ફર્સ્ટ કલાસ જજ એન.કે.યાદવે રીબીન કાપી લીગલ એઇડ કાનૂની સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું.

- text

લીગલ એઇડ કાનૂની સેન્ટરમાં સાધનાબેન વલ્લભભાઈ ઘેરિયા, ડિમ્પલબેન મનસુખભાઇ કોરિંગા, જસ્બીનબેન ઈરફાનભાઈ ભરાસરા, ઇરફાનભાઈ હયાતભાઈ પરાશરા તેમજ મનસુખભાઇ ઘેલાભાઈ ચૌહાણ સેવા આપશે.

ઉદ્દઘાટન પ્રસંગે ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, ઉપપ્રમુખ મુકેશભાઈ બારૈયા, સેક્રેટરી અમિતભાઇ જાની, પી.એસ.આઈ. એમ.ડી. ચૌધરી, સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર એચ.એલ.ગોહેલ, એ.એમ.જાની અને પી.એમ.મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text