મોરબીના રાપર ગામે રેતીમાં રમતા ૨ વર્ષના બાળકનું દટાઈ જતા મોત

- text


મોરબી : મોરબીના રાપર ગામે ૨ વર્ષનું બાળક રેતીમાં રમતા રમતા દટાઈ જતા તેનું મોત નિપજયું હતું. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરી બાળકના મૃતદેહને પી.એમ. અર્થે મોકલ્યો હતો.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ અફસરભાઈ નિનામાનો ૨ વર્ષનો પુત્ર લક્ષમણ રેતીમાં રમી રહ્યો હતો. દરમિયાન રમતા રમતા તે રેતીમાં દટાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટના અંગે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરીને બાળકના મૃતદેહને પી.એમ. અર્થે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text