મોરબીમાં રવિવારે સર્વજ્ઞાતિ સમૂહ શાદી : ૧૮ મુસ્લિમ અને ૩ હિન્દૂ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

- text


મોરબી : મોરબીમાં કાલે રવિવારે મિયાણા સમાજ મહામંડળ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ શાદીનો કાર્યક્રમ યોજાશે. જેમા ૧૮ મુસ્લિમ અને ૩ હિન્દૂ યુગલો એક સાથે લગ્નગ્રંથીથી જોડાશે.

જિન ગ્રાઉન્ડ, કુલીનગર- ૨ પાછળ, વીસીપરા મેઈન રોડ, મોરબી ખાતે આવતીકાલે તા.૧૩ને રવિવારના રોજ સમસ્ત મિયાણા સમાજ મહામંડળ ગુજરાત દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ મુસ્લિમ અને ૩ હિન્દૂ મળીને કુલ ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહ નિકાહ સાંજે ૫ કલાકે અને ભોજન સમારોહ સાંજે ૭ કલાકે યોજાશે.

- text

કોમી એકતા દર્શાવતા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સમસ્ત મિયાણા સમાજ મહામંડળ ગુજરાત દ્વારા છેલ્લા ૩ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે નવયુગલોને આશીર્વાદ પાઠવવા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સુમહ શાદીને સફળ બનાવવા પીરસૈયદ અબ્દુલશાબાપુ પીરહાકમશાબાપુ, સૈયદ હાશનશાબાપુ કુરબાનશાબાપુ, સૈયદ એજાજબાપુ અનવરબાપુ, ભટ્ટી હુસેનભાઇ ભાયુભાઈ સહિતના સેવાભાવી અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text