મોરબી જિલ્લાના ઉદ્યોગગૃહો અને ઉમેદવારોએ એપ્રેન્ટીસ તાલીમ માટે રજીસ્ટ્રેશન કરવા સૂચના

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા “મુખ્ય મંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” અમલમાં મુકવામાં આવેલ છે.તેમજ આ યોજના અન્વયે સરકારશ્રી દ્વારા http;//matsgujarat.org નામની લીંક શરુ કરવામાં આવેલ છે. આ લીંક પર ઉદ્યોગગૃહોએ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે અને એપ્રેન્ટીસની ભરવાની થતી જગ્યાઓ દર્શાવવાની રહે છે.

- text

આ ઉપરાંત એપ્રેન્ટીસશીપમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પણ પોતાની લાયકાતને અનુરુપ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે,જેથી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયેના તમામ ઉદ્યોગગૃહો /એકમો/ કચેરીઓએ તથા એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે તાલીમ મેળવવા ઇચ્છુક ઉમદવારોએ આ લીંક પર સત્વરે રજીસ્ટ્રેશન કરવું.

લીંક પર રજીસ્ટ્રેશન માટે અને એપ્રેન્ટીસશીપમાં જોડાવા માટે નજીકની આઇ.ટી.આઇ. અથવા રોજગાર કચેરીનો સંપર્ક સાધવા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રા મોરબીની યાદીમાં જણાવેલ છે.

 

- text