વાંકાનેર શહેરમાં ઉજાલા બલ્બ વિતરણમાં છેલ્લા પાંચ માસથી ધાંધિયા

વાંકાનેર : ઉજાલા બલ્બ વિતરણ હેઠળ બલ્બમાં કોઇ ખામી હોય તો તેને બદલી આપવાનો નિયમ છે પરંતુ વાંકાનેરમાં છેલ્લા પાંચ માસથી બલ્બ બદલવાની કામગીરી બંધ હોવાથી લોકો વીજ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તેઓને સંતોષકારક જવાબ ન મળી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે.

વાંકાનેરમાં રાજ્ય સરકારની યોજના અંતર્ગત વીજતંત્ર દ્વારા ઉજાલા બલ્બનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ યોજનામાં એવો નિયમ છે કે તંત્રને નિશ્ચિત સમયમર્યાદામાં બલ્બમાં કોઈ ખામી હોય તો તે બલ્બ બદલાવી આપવાનો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા છેલ્લા પાંચ માસથી આવા બલ્બ બદલાવવાની કામગીરી બંધ છે તેમજ કોન્ટ્રાક્ટર છેલ્લા પાંચ માસથી આવતા ન હોવાથી લોકો બલ્બ બદલવા માટે વારંવાર વીજ કચેરીના ધક્કા ખાય છે છતાં ત્યાંથી યોગ્ય જવાબ મળતો નથી. આ અંગે પીજીવીસીએલમાં પણ રજૂઆત કરવા છતાં લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે.