માળિયાના વવાણીયા ગામે ૧૫મીથી માતૃશ્રી રામબાઈમાં મંદિરનો પાટોત્સવ

- text


ત્રિ દિવસીય મહોત્સવમાં શાંતિ યજ્ઞ, રાસ મહોત્સવ, ભજન સંતવાણી અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

માળીયા : માળીયાના વવાણીયા ગામે આગામી તા.૧૫ થી ત્રણ દિવસ માતૃશ્રી રામબાઈમાં મંદિરનો ૧૩મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં શાંતિ યજ્ઞ, રાસ મહોત્સવ, ભજન સંતવાણી અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

માળિયા તાલુકાના વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમાં મંદિરના ૧૩માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. ૧૫ થી ૧૭ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. તા.૧૬ને બુધવારે સાંધ્ય આરતી, આહીરોની અસ્મિતા અને શૌર્ય પ્રદર્શન, રાસ મહોત્સવ, પ્રસાદ તેમજ તા. ૧૭ ને ગુરુવારે નવચંડી યજ્ઞ, મહા પ્રસાદ યોજાશે.

- text

વિશેષમાં તા.૧૬ ને બુધવારે રાત્રે ૧૦ કલાકે સંતવાણી યોજાશે. જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને બાબુભાઇ આહીર ભજન અને લોકગીતોની રમઝટ બોલાવશે. તા. ૧૭ એ મહંત દુર્ગાદાસજી- લાલદાસજી મહારાજની જગ્યા, સાયલા ખાતે માતૃશ્રી રામબાઈમાંના જીવન દર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

માતૃશ્રી રામબાઈમાં મંદિરના પાટોત્સવ પ્રસંગે ભાવેશ્વરીબેન, વ્રજકિશોરીબેન, ઋષિકુમારીજી, મુરીમાં, દયામયાજી, યોગી વશીષ્ઠનાથજી સહિતના સંતો અને સાધ્વીજીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં પધારવા માતૃશ્રી રામબાઈમાં મંદિર વ્યવસ્થાપક સમિતિ, મહંત જગન્નાથજી મહારાજ, પ્રભુદાસજી અને કિશનદાસજીએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text