હળવદ : અગરીયાઓના ભુલકાઓ સાથે યુવા આગ્રણીએ ઉજવ્યો જન્મ દિવસ

- text


હળવદ : આજના ભૌતિક સુખ-સગવડોમાં માલતો માનવી માત્ર પોતાના સુખની ચિંતા કરતો હોય છે તેમ તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની ચિંતા કરતા હોય છે. કોઇપણ બહાને આ પ્રકારના લોકો પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજને કંઇક ને કંઈક વતા-ઓછા મદદરૂપ થતાં હોય છે. આમ હળવદ શહેરના કોંગ્રેસ મહામંત્રી અને હળવદ -ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ચતુરભાઈ ચરમારીનો આજે જન્મદિવસનો આવો જ એક પ્રસંગ હતો જેમાં કોંગ્રેસના યુવા નેતાએ રણકાંઠાના અગરીયાના બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો.

હળવદ પંથકના રણકાંઠાના વિસ્તારમાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અગરીયાઓના ગરીબ બાળકો સાથે હળવદ શહેરના કોંગ્રેસ મહામંત્રી અને હળવદ -ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ચતુરભાઈ ચરમારીએ નાના ભુલકાઓ સાથે ૪૨ ડીગ્રી તાપમાનમાં કેક કાપી સૌ બાળકો કેક ખવડાવી આનદ-પ્રમોદ સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. તો સાથોસાથ અગરીયાઓના નાના ભુલકાઓને ચોકલેટ, આઇસ્ક્રીમ અને બિસ્કીટ તેમજ ઠંડાપીણા આપી ખશખુશાલ કર્યા હતાં.

- text

આ તકે હળવદ -ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું હતું કે, આપણે સૌ કાંઇ ન કરી શકીએ પણ કોઇકના સુખ-દુ:ખના પ્રસંગે કોઈપણ નાના-મોટા સમાજ ઉપયોગી સંકલ્પો લઈએ તો એક પંથ દો કાજ બની શકીએ છીએ. તેમજ સમાજને ઉપયોગી થવાની સાથે સાથે અંતરનો આનંદ પણ અનુભવી શકીએ છીએ.

આ પ્રસંગે ચતુરભાઈ ચરમારીએ રણકાંઠાના વિસ્તારમાં અગરીયાઓના નાના ભુલકાઓની સાથે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ઠાકોર સમાજના પપ્પુભાઈ ઠાકોર, ભરતભાઇ રાઠોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

- text