વાંકાનેરમાં મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રા નીકળી

વાંકાનેર : વાંકાનેરમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ અમરસિંહજી હાઈસ્કુલ ના ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રા વિરામ પામી હતી.

મહારાણા પ્રતાપની જન્મ જયંતિના અવસરે આયોજિત શોભાયાત્રા નું સંતો મહંતો તથા વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં એકલિંગજી સેના , કરણી સેના, વાંકાનેર રાજપૂત સમાજ , બજરંગ દળ ,શિવ સેના ,ગૌ રક્ષા દળ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સહિતના સંગઠનો જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રા નું સમાપન થયું હતું.