યુવા ઉદ્યોગપતિના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મોરબી : સામાન્ય રીતે લાડકવાયા સંતાનનો જન્મ દિવસ હોય તો લોકો ઘરે કે મોંઘીદાટ હોટેલમાં મોટી પાર્ટીનું આયોજન કરીને ઉજવણી કરતા હોય છે. ત્યારે મોરબીના યુવા ઉદ્યોગ પતિ હિરેનભાઈ દેત્રોજાના પરિવારે લાડકવાયા કલ્પના જન્મદિવસની ઉજવણી વિકાસ વિદ્યાલયમાં કરીને ત્યાંની બાળાઓને હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ દેત્રોજાના લાડકવાયા પુત્ર કલ્પ દેત્રોજાનો આજ રોજ જન્મદિવસ છે. ત્યારે હિરેનભાઈએ તેના પુત્રના જન્મદિવસની ઉજવણી ભોમેશ્વર રોડ પર આવેલા વિકાસ વિદ્યાલયમાં કરી હતી. વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે કેક કટિંગ કરી કલ્પે તેનો જન્મદિવસ ખૂબ આનંદથી ઉજવ્યો હતો.

- text

આ ઉપરાંત વિકાસ વિદ્યાલયની બાળાઓને કલ્પના જન્મદિવસની ઉજવણી દરમિયાન સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. વિકાસ વિદ્યાલયની બાળાઓએ કલ્પના જન્મદિનની ઉજવણીમાં હરખભેર જોડાઈને ખૂબ આનંદ માણ્યો હતો.

- text