મોરબીની આર્ટ્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રો માટે લાઈબ્રેરીની સુવિધા

- text


કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજયુએટ થયેલા વિધાર્થીઓ વિનામૂલ્યે લાઈબ્રેરીનો ૧૪મીથી લાભ લઈ શકશે

મોરબી: મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજથી જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે લાઈબ્રેરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

મોરબીના ભડિયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ સર્વોદય એજ્યુકેશન સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાઈબ્રેરી ઉભી કરવામાં આવી છે. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચવા માટે સરળતા થી પુસ્તકો તેમજ મટીરીયલ મળી રહે તે હેતુથી આ સુવિધા આજે તા.૨થી ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજયુએટ થયેલા આ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે આગામી તા.૧૪ થી સવારના ૮ થી સાંજે ૫ સુધી લાઈબ્રેરી સુવિધાનો લાભ લઇ શકશે. તેમ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ.એમ. કંઝારીયાની યાદીમાં જણાવાયુ છે.

- text