હડમતિયા : ડિસ્ટ્રીકટ બેંકના મેનેજર ધમસાણીયાનો નિવૃત વિદાય સમારોહ યોજાયો

- text


સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ ધમસાણીયાની નિષ્ઠાવાન કામગીરીને બિરદાવી તેઓને ભાવભીની વિદાય આપી

ટંકારા : હડમતીયા ગામની રાજકોટ ડિસ્ટ્રીકટ કૉ-અોપરેટીવ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આર.પી. ધમસાણીયા વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમની નિષ્ઠાવાન કામગીરીને બિરદાવવા માટે અવધ હોનેસ્ટ હોટેલમાં તેઓના વિદાય સમારોહ યોજાયો હતો.

૪ સેવા સહકારી મંડળીઅોનું કરોડોનું ખેડુતોનું ખેતધિરાણ તેમજ બેંકમાં ફિક્સ ડિપોઝીટ, સેવિંગ્ઝ અેકાઉન્ટ, સોનાધિરાણ જેવી કરોડોની થાપણોની મહત્વની નિષ્ઠાવાન કામગીરી કરીને આર .પી .ધમસાણીયા હવે નિવૃત સમય વિતાવવા જઈ રહ્યા છે ત્યારે તેમની નિષ્ઠાવાન કામગીરીને બિરદાવવા અને સન્માનિત કરવા સહકારીક્ષેત્રના અગ્રણીઓ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-અોપરેટીવ બેંકના વાઈસચેરમેન અને મોરબી અેપીઅેમસીના ચેરમેન મગનભાઈ વડાવીયા, નાફેડના ચેરમેન અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-અોપરેટીવ બેંકના ડિરેકટર વાઘજીભાઈ બોડા, મોરબી ઝોનના ઝોનલ સી.ડી.ભુત, માળિયા-વાંકાનેરના ઝોનના ઝોનલ પી.સી. જાકાસાણીયા, હડમતિયા સેવા સહકારી મં.લી. ના પ્રમુખ ટપુભાઈ ડાકા, મંત્રી પરસોતમભાઈ સંઘાત, સજ્જનપર (ઘુ.) સેવા સહકારી મં.લી.ના પ્રમુખ જયવીરસિંહ જાડેજા મંત્રી રતીલાલ ખાખરીયા, ઘુનડા (સ.) સેવા સહકારી મં.લી. ના પ્રમુખ પ્રભુલાલ ભુત મંત્રી સંજયભાઈ બરાસરા, કોઠારીયા સેવા સહકારી મં.લી. ના પ્રમુખ હરૂભા ઉદેહસિંહ, મંત્રી બાદીભાઈ ઉપસ્થીત રહયા હતો.

અવધ હોનેસ્ટ હોટેલમા આ નિવૃત વિદાય સમારંભનું આયોજન હડમતિયા મંડળીના મંત્રી પરસોતમભાઈ સંઘાત તેમજ સજ્જનપર મંડળીના મંત્રી રતીલાલ ખાખરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

- text