મોરબીમાં આરઆરએસના ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ

- text


૨૦ દિવસ સુધી ચાલનારા વર્ગમાં ૫૬૦ સ્વયંસેવકો ચરિત્રનિર્માણના જ્ઞાન સાથે તાલીમ મેળવશે

મોરબી : મોરબીમાં આરએસએસના ગુજરાત પ્રાંતના સંઘ શીક્ષા વર્ગનો સોમવારથી પ્રારંભ થયો છે જેમાં ગુજરાતભરના ૫૬૦ સ્વયંસેવકો જોડાયા છે. આ સંઘ શિક્ષા વર્ગ તા. ૨૭ સુધી ચાલશે. વર્ગમાં સંઘના આગેવાનો દ્વારા સ્વયંસેવકોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના જોધપર ગામે આવેલા પટેલ બોર્ડિંગ ખાતે આર.એસ.એસ.ના ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર.એસ.એસમાં નવા ભરતી થયેલા ગુજરાતના ૫૬૦ સ્વયંસેવકોને ચારિત્ર્ય ઘડતરનું જ્ઞાન આપવામાં આવશે. પશ્ચિમ ક્ષેત્ર સર સંઘચાલક ડો. ભાડેશિયા, મુકેશભાઈ મલકાન અને પટેલ બોડીંગ ને ટ્રસ્ટી ધનજીભાઈ પટેલની હાજરીમાં મોરબીમાં સૌપ્રથમ વાર ગુજરાત પ્રાંત સંઘના શિક્ષાવર્ગનો શુભારંભ થયો છે.

- text

શિક્ષા વર્ગમાં ૫૬૦ સ્વયંસેવકો અને ૬૫ શિક્ષકો જોડાયા છે. ૨૦ દિવસ સુધી ચાલનારા શિક્ષા વર્ગમાં કરાટે, યોગા, દંડ, સૂર્યનમસ્કાર સહિતની જુદી-જુદી તાલીમ તથા ગુજરાત અને ગુજરાત બહાર ના સંઘના આગેવાનો માર્ગદર્શન આપશે.

 

- text