વાંકાનેર હાઇવે પર રોંગ સાઈડમાં આવેલું ટ્રેકટર આઇસર સાથે અથડાતા ત્રણ ને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર હાઇવે પર જોધપર નજીક એક ટ્રેકટર ચાલકે રોંગ સાઈડમાં ટ્રેકટર ચલાવી આઇશર સાથે અકસ્માત સર્જતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નજીક હાઇવે પર આઇસર લઈને જઇ રહેલા હરજીભાઇ કમાભાઇ ગોલતર ભરવાડ ઉવ ૩૩ રહે. કલોલી ગામ તા. જિ. ખેડા વાળાને સામેથી રોંગ સાઈડમાં ધસી આવેલ ટ્રેકટર નં જી.જે. ૦૩ ઇ.એ. ૭૯૨૦ ના ચાલકે અકસ્માત સર્જતાં આઇસર ચાલક તેમજ ટ્રેક્ટરમાં બેઠેલાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

- text

વધુમાં આઇસર સાથે અકસ્માતમાં આઇસર ચાલકની સાથે સાથે સાહેદ ટ્રેકટરમાં બેસેલ ગુડીબેન તથા જીવણભાઇ ને શરીરે નાની મોટી ઇજા પહોચાડતા આ મામલે વાંકાનેર પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text