વાંકાનેરના જુના પાંચદ્વારકામાં શાળાના છાત્રોને શિલ્ડ અને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

- text


વાંકાનેર : વાંકાનેરના જુના પાંચદ્વારકા ગામે આવેલ પ્રાથમિક શાળાના તેજસ્વી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાના તમામ છાત્રોને ભેટ પણ આપવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાની જુના પાંચદ્વારકા પ્રાથમિક શાળામાં સ્વ.પ્રવીણચંદ્ર પોપટલાલ ખોરજાની પુણ્યસ્મૃતિમાં માતૃશ્રી ગં. સ્વ. કાંતાબેન, માજી સૈનિક ગુલાબભાઈ બાદી, અલીભાઈ બાદી, અલીમામદ બાદી તેમજ ગામના શ્રેષ્ઠીઓ અને શિક્ષકોના હસ્તે ધો. ૧ થી ૮ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત શાળાના તમામ બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે ગામની બે બહેનો તાજેતરમાં પોલીસમાં પસંદગી પામી હતી તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્ય ફરીદાબેન થેબે પાત્રા ના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text