મોરબી સબ જેલના કેદીનું હાર્ટ એટેકથી મોત

- text


વધુ તપાસ અર્થે મૃતદેહને રાજકોટ ફોરેન્સીકમાં મોકલવાની તજવીજ

મોરબી : મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હાલ પોલીસે કેદીના મૃતદેહને રાજકોટ ફોરેન્સ્ટિકમાં મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ દારૂના કેસમાં ગત તા.૩ થી મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા આશિષ પ્રવીણભાઈ સોનીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને દારૂના કેસ માજ સબ જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો. કેદીનું મોત ગત રાત્રીએ ૨ વાગ્યા થી વહેલી સવારના અરસામાં થયું હોવાની વિગતો મળી છે.

- text

કેદીનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું પ્રાથમિક તાપસમાં બહાર આવ્યું છે. ત્યારે વધુ તપાસ અર્થે કેદીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિકમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text